________________
ગુરુજનપૂજા ... એક આધ મંગલ
૧૧૫ __ तिण्हं दुप्पडियारं समणाउसो ! तं जहा-अम्मापिउणो, भट्टिस्स, धम्मायरियस्स ।
હે શ્રમણ ! હે આયખાન્ ! ત્રણ વ્યક્તિનો ઉપકાર વાળી શકાય તેમ નથી. ૧. માતા-પિતા, ૨. ધંધો-નોકરી આપનાર શેઠ ૩. ધર્માચાર્ય. (સ્થાનાંગ સૂત્ર ૩-૧-૧૪૩)
આમ માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. એકમાત્ર તેઓ કદાચ ધર્મથી વિમુખ હોય તો તેમને ધર્મ પમાડવા દ્વારા તેમના ઉપકારનો બદલો વાળી શકાય.
માતા-પિતાદિ ઉપકારી હોઈ તેમની સેવા-ભક્તિથી કૃતજ્ઞતા અદા થાય છે. કૃતજ્ઞતા સર્વગુણનો પાયો છે. એટલે માતા-પિતાની સેવા વગેરેથી બીજા ગુણો પણ વિકસ્વર થાય છે. જે ઉપકારી એવા માતાપિતાદિની સેવા-ભક્તિ નથી કરતા, ઉપેક્ષા કે તિરસ્કાર કરે છે તેઓ આ જીવનને વ્યર્થ ગુમાવે છે. તેમનું જીવન નિષ્ફળ છે. તેઓ સર્વત્ર લગભગ નિષ્ફળ જાય છે. કૃતજ્ઞતાગણના અભાવે અત્રે બીજા ગુણો વિકસિત થતાં નથી તેથી આ લોક બગડે છે. પરલોકમાં દુર્ગતિ પ્રાપ્ત થાય છે.