________________
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
બીજાની પ્રશંસાની, બીજાની આબાદીની, બીજાના ગુણોની અસહિષ્ણુતાને મત્સર દોષ કહેવાય છે. આપણે ખૂબ ઉંડાણથી વિચારશું તો આપણને સમજાશે કે પરના ગુણોની અસહિષ્ણુતાના કારણે જ લગભગ તેવા ગુણીયલ જીવની આપત્તિમાં આનંદ થાય છે. એટલે આ એક મત્સરદોષનો જ પ્રકાર છે.
Ge
ઈર્ષ્યા એ ભયંકર પાશવી દોષ છે. વળી અમુક વિશિષ્ટ સાધકોને છોડીને એ દોષ ચારે બાજુ લગભગ વ્યાપેલો છે. ઈર્ષ્યાદોષથી ગુણો ભડકે બળીને ખલાસ થઈ જાય છે. ઈર્ષ્યાદોષથી પુણ્યનો પણ નાશ થાય છે. જે ગુણ કે પુણ્યની ઈર્ષ્યા થાય છે તે ગુણ કે પુણ્યનો નાશ જ જ માત્ર નહીં પણ ભાવિમાં તેની પ્રાપ્તિ પણ અતિદુર્લભ થાય છે.
આ
જ
આ બધુ વિચારીને પરપીડામાં આનંદ પામવાના પાશવી ભાવથી આપણે અટકીએ. પ્રતિપક્ષી પરપીડાથી દુ:ખી થવાના અને દુ:ખનિવારણ કરવાના શુભ ભાવને આપણે પામીએ. પરમાત્માને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી ઉત્તમજીવોના દુઃખમાં આનંદ પામવા રૂપ લોકવિરુદ્ધભાવ અમારા જીવનમાંથી સદા માટે દૂર થઈ જાય, કદિ પણ આવે નહીં...