________________
૯૭
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
વળી આ બધા દાનમાં અપાતી વસ્તુનું પણ મહત્ત્વ છે. તમે થોડુક આપો તો થોડુ પુણ્ય બંધાય, ઘણું આપો તો ઘણું પુણ્ય બંધાય.
આ વ્યવહાર માર્ગ છે, હજી દાન આપતી વખતના ભાવ પણ ફળમાં મહત્ત્વનું કારણ બને છે. સામાન્ય ભાવથી આપો તો સામાન્ય પુણ્ય બંધાય છે, વિશેષ ભાવોલ્લાસથી આપો તો વિશિષ્ટ પુણ્ય બંધાય છે.
પાત્ર અને વસ્તુ ભાવમાં પણ નિમિત્તભૂત થાય છે.
આ જ વસ્તુને હવે આપણે વર્તમાન વિષયમાં વિચારીએ છે.
પાત્ર જેમ જેમ ઉચ્ચ તેમ તેમ દાનથી પુણ્ય વિશિષ્ટ મળે છે. એ જ રીતે પ્રતિપક્ષમાં જેટલુ પાત્ર ઉયુ, તેને અપાતી પીડામાં, દુઃખ આપવામાં કે તેમની આપત્તિમાં આનંદ પામવામાં તેટલો જ કર્મબંધ વિશેષ ઘોર થતો જાય છે.
બીજાને આપત્તિ કે પીડા આપવી તે કરણરૂપ છે. બીજાને આપત્તિ કે પીડા અપાવવી તે કરાવણરૂપ છે.
બીજાની આપતિમાં આનંદ અનુભવવો તે અનુમોદનારૂપ છે.