________________
૯૮
જય વીયરાય શાસ્ત્રકારોએ કરણ, કરાવણ, અનુમોદનના સરખા ફળ કહ્યા છે.
ઉત્તમપુરૂષોના દુઃખમાં આનંદ પામવો એ તો અત્યંત પાશવીવૃત્તિ છે.
ખરાબ મનુષ્યો અને દુર્જનોની પીડામાં પણ જ્યારે આનંદ થવો એ પાપ છે તો પછી ઉત્તમ ગુણીયલ વ્યક્તિઓના દુઃખમાં આનંદ એ કેટલુ બધુ મોટુ પાપ થાય ! વળી ઉત્તમપુરૂષો લોકમાં પણ પ્રાયઃ પ્રિય હોય છે તેથી તેમની આપત્તિમાં આનંદ એ લોકવિરૂદ્ધ કર્તવ્ય બની જાય છે. વળી ઉત્તમપુરૂષો ગુણીયલ હોય છે, તેથી તેમની પીડામાં આનંદ એ ગુણીજનો પરના તિરસ્કાર રૂપ હોઈ આપણને ભાવિમાં ગુણોની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે. આગળ વધતા દુર્લભબોધિતા વગેરે કરાવી સંસારમાં રખડાવે છે. ઉત્તમ પુરૂષોના ગુણની અનુમોદનાથી તો ગુણોની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેઓના તિરસ્કારથી આવેલા ગુણ ચાલ્યા જાય છે અને ભાવિમાં પ્રાપ્ત થવા પણ દુર્લભ બને છે.
ઉત્તમ પુરૂષોની આપત્તિમાં આનંદ એ લગભગ મત્સર (ઈર્ષા) દોષનો જ અંશ કે ભેદ જણાય છે.