________________
(૧૦) સ સમસ્થાન્નેિ પહિયારો 4 | છતી શક્તિએ પ્રતિકાર ન કરવો....
આ જગતમાં આપણી શક્તિ મુજબ આપણે જીવોના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. એનાથી આપણી કરુણાભાવનાને વેગ મળે છે. ભાવનાઓ ખાલી મનથી જ ભાવવાની નથી પણ તેને શક્ય પ્રવૃત્તિરૂપ બનાવવાની છે. શક્યપ્રવૃત્તિરૂપ ન બનતી ભાવનાઓ નિરસ ભાવ વિનાની રહે છે. લગભગ નિષ્ફળ જાય છે. દુઃખી જીવોને જોઈને, તેમના દુઃખના નિવારણ માટે યોગ્ય પ્રયત્ન ન થાય તો આપણું હૃદય કઠોર બને છે. આપણે તો આપણું હૃદય માખણ જેવું કોમળ બનાવવાનું છે. કોમળ હૃદયમાં જ ધર્મના બીજ વવાઈ શકે છે. અંકુરા ફૂટે છે અને આગળ વધીને તે ગુણોરૂપી ફળોથી લચપચ વૃક્ષ બને છે. હૃદયને કોમળ રાખવા જ શાસ્ત્રકારોએ બાર ભાવના સાથે બીજી મૈત્ર્યાદિ ચાર ભાવના બતાવી છે. ત્યારે ભાવનાનું ટુંકુ સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે... ૧. પરહિતચિત્તા મૈત્રી - પરના હિતની ચિંતા એ મૈત્રી. ૨. પરદુઃખવિનાશિની તથા કરુણા - પરના દુઃખને
નાશ કરનારી ભાવના એ કરુણાભાવના.