________________
૯૬
જ્ય વીયરાય ખુબ વિવેકપૂર્વક આપણે પરપીડાની પ્રવૃત્તિથી વિરમીએ, પરપીડા નિવારણની પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરીએ.
હવે આમાં તો વળી એક વિશેષ વાત બતાવી છે - "ઉત્તમ પુરૂષોની આપત્તિમાં આનંદ પામવો" - આ તો વિશેષ કનિષ્ઠ અધ્યવસાય છે. આપણા શાસ્ત્રોમાં ચિત્ત-વિત્ત અને પાત્રની વાત બતાવી છે. શ્રેયાંસકુમારે આદિનાથ પ્રભુને પારણું કરાવ્યું ત્યાં આ ઉલ્લેખ શાસ્ત્રકારોએ કર્યો છે.
આદિનાથ ભગવાન જેવું ઉત્તમપાત્ર, ઈક્ષરસ જેવી ઉત્તમ વસ્તુ (વિત) અને શ્રેયાંસકુમારનો ઉછળતો ઉત્સાહ (ચિત્ત), આ ત્રણે દ્વારા પુણ્યના જબરજસ્ત ગુણાકાર થયા. પુણ્યના ગુણાકારમાં પાત્ર એ પણ નિમિત્ત છે. આથી જ એક ગરીબને અનુકંપાથી દાન કરતા જે પુણ્ય બંધાય છે તેથી એક શ્રાવકને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે, તેથી એક સાધુને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે તેથી એક આચાર્યને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે. અને તીર્થકર પરમાત્મા સર્વશ્રેષ્ઠ પાત્ર હોઈ તેમને દાન કરવામાં અનંતગુણ પુણ્ય બંધાય છે.