________________
૯૪
જય વીયરાય નહિં, પાછળથી તો બન્ને કોઈ ગુરુના સંપર્કથી ધર્મ પણ પામ્યા. પણ કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત ન થયુ કે તીવરસવાળ નિકાચિત જેવું કર્મ બંધાયુ હોય, ગમે તેમ પણ બીજા ભવમાં બન્નેને પતિ-પત્નીનો સંબંધ થયો ત્યારે માતાનો જીવ પત્ની બનેલ તેના "હાથ કપાયા" પુત્રનો જીવ પતિ બનેલ તેને "ફાંસીની પીડા મળી." ધર્મ પામેલા હોવાના કારણે ગુરુનો યોગ થયો. અણસણ વગેરે કરીને સદ્ગતિ પામ્યા. પણ પૂર્વભવમાં આક્ષેપ કરેલા કર્મ અવશ્ય ભોગવવા પડ્યા...
આમ બીજાના દુઃખમાં આનંદ કે બીજા પ્રત્યેના આક્ષેપો વગેરેથી થતા કર્મબંધને જાણી ખૂબ વિવેકપૂર્વક વર્તવુ એ જ આપણું કર્તવ્ય છે...
આના પ્રતિપક્ષમાં બીજાના દુઃખે દુઃખી થવાય, તેમના દુઃખોનું શક્તિ મુજબ નિવારણ કરવાનું મન થાય, તે મુજબ પ્રવૃત્તિ થાય તો એનાથી જોરદાર પુણ્યકર્મ પણ બંધાય છે....
જંગલમાં દાવાનળ લાગે તો બધા પશુઓ બળી ન જાય માટે વૃક્ષવેલા વગરનું એક માંડલુ હાથીએ બનાવ્યું. દાવાનળ લાગતા જ પ્રાણીઓ બધા માંડલામાં આવીને ભરાઈ ગયા. આ હાથી પણ માંડલામાં જ