________________
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
આવી જ રીતે બીજાના પર કરાતા શાબ્દિક આક્ષેપો દ્વારા પણ ઘોર કર્મ બંધ થાય છે. જે આક્ષેપો આપણે કરીએ છીએ તે જ દશાને આપણે પામીએ છીએ.
૯૩
ગરીબ માતા-પુત્ર મજૂરીથી જીવન જીવતા, કઠોર મજૂરી કરી થાકીને આવેલ પુત્રને મા રોટલા કરી રોજ જમાડતી. એકવાર રોટલા કરીને પુત્રની રાહ જોતી માતા બેઠી છે. દરમિયાન ક્યાંક પાણી વગેરે ભરવાનું કામ આવ્યું. પુત્ર આવશે તો ત્યાંથી લઈને ભોજન કરશે-એમ માનીને શીકામાં રોટલા મૂકીને બે પૈસા વધારે મળશે એ આશાએ મા કામ પર ગઈ. ભુખ્યો પુત્ર ઘેર આવ્યો. માને જોઈ નહીં. શીકા પર નજર ન ગઈ. ભૂખથી ધૂંધવાઈ ગયો. ભયંકર આવેશમાં આવી ગયો. મા આવતાની સાથે "તને કોઈએ ફાંસીએ ચઢાવી હતી ? ક્યાં મરી ગઈ હતી ?" આવા ભયંકર શબ્દોમાં આક્ષેપ કર્યા. માતા પણ સામે જ આવેશમાં આવી ગઈ. "તારા હાથ કપાઈ ગયા હતા ? સામે શીકામાં તો રોટલા છે. લેતા શું થયુ ?" એમ પ્રતિ આક્ષેપ કર્યો.
"
થોડા સમયમાં વાયુદ્ધ બંધ થયુ. એટલું જ