________________
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
૧ પાકિસ્તાનને પરાસ્ત કર્યું, પાકિસ્તાને ભારતને પરાસ્ત કર્યું- વગેરેમાં પણ પર પરાભવનો આનંદ છે જે ઘોર અને ચિકણા કર્મબંધમાં નિમિત્તભૂત થાય છે.
રેસમાં-જુગારમાં-સટ્ટા વગેરેમાં બીજાને નુકસાન કરી સંપત્તિ પ્રાપ્ત કરવાની આજની વ્યાપારની પ્રથા પણ અનાર્ય છે. આ દેશમાં તો બીજાને સુખ આપીને આપણે સુખી બનવાનું છે. આજે તો અનેકને કેન્સર જેવી ભયંકર પીડાઓ થાય તેવા ગુટકાના વ્યાપાર કરી કરોડો-અબજોની કમાણી કરી તેમાંથી થોડા ટકા દાન કરી સમાજમાં પણ અગ્રગણ્યપણું પ્રાપ્ત થાય છે, સન્માન પ્રાપ્ત થાય છે. એ કલિકાલની ભયંકર બલિહારી છે...
जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेणं । सो तम्मि तम्मि समए, सुहासुहं बंधए कम्मं ।।
ઉપદેશમાળામાં ભગવાન મહાવીર પરમાત્માના શિષ્ય અવધિજ્ઞાની એવા ધર્મદાસગણિ આપણને ખૂબ સુંદર સિદ્ધાંત બતાવે છે.... 'જે જે સમયે જીવ જે જે ભાવમાં પ્રવેશ કરે છે (અનુભવે છે) તે તે સમયે જીવ તેવા તેવા શુભ કે અશુભ કર્મને બાંધે છે... પ્રતિસમય આપણા પ્રત્યેક અધ્યવસાય (ભાવ)થી કર્મ