________________
જય વીયરાય
બંધાય છે. શુભ અધ્યવસાય હોય તો શુભ કર્મ બંધાય છે. અશુભ અધ્યવસાયથી અશુભકર્મ બંધાય છે. વળી તે અધ્યવસાય જેવો તીવ્ર હોય તેવા પ્રમાણમાં તીવ્રરસવાળા શુભ કે અશુભ કર્મો બંધાય
છે.
૯૨
પરની આપત્તિમાં આનંદ એ અત્યંત અશુભભાવ છે તેથી અશુભકર્મ બંધાય છે. વળી એ આનંદ જેટલો તીવ્ર એટલો તીવ્ર અશુભકર્મ બંધ થાય છે...
કર્મના ગણિતને પણ વિચારો, હરણી અને એના બચ્ચાની પીડા જોઈને આનંદ પામવાનો શ્રેણિકનો કાળ કેટલો ? પાંચ-પંદર મિનીટ કે કદાચ વધુ હોય તો અડધો કલાક કે કલાક... જ્યારે એનાથી બાંધેલ તીવ્રકર્મનું ફળ કેટલો કાળ ભોગવવાનું ? ૧લી નરકમાં ૮૪ હજાર વર્ષ સુધી ઘોર પીડાઓ ભોગવવાની... હરણીને જે દુઃખ આપ્યુ તેના કરતા કેટલા બઘા ગણું દુ:ખ શ્રેણિકે ભોગવ્યું.
આવી જ રીતે માંસાહારમાં થતો આનંદ પણ જીવોની કતલનો આનંદ હોઈ નરકાદિ ગતિમાં લઈ જાય છે. માંસાહારને પણ શાસ્ત્રમાં નરકાયુષ્યબંધનું કારણ કહ્યું છે.