________________
cu
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ આવી ગયો. પગને ખંજવાળ આવતા એક પગ હાથીએ ઉંચો કર્યો. અત્યંત ભીડના કારણે હાથીના પગની જગાએ સસલુ આવી ગયુ. પગ મુકે તો સસલુ કચડાઈ જાય, આથી સસલાની રક્ષા કરવા અઢી દિવસ સુધી પગ ઉંચો રાખનાર હાથી પરપીડાનિવારણના ભાવથી મૃત્યુ પામી શ્રેણિકનો પુત્ર મેઘકુમાર બન્યો. પ્રભુ મહાવીર મળ્યા. સંયમ પામી અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.
બીજાના દુઃખનો નાશ કરવાની ભાવના એ જ કરુણાભાવના છે.
પરમાત્મા તીર્થંકર દેવોના જીવો પણ પૂર્વના ત્રીજા ભવમાં વિશ્વના સર્વજીવોના દુઃખનું નિવારણ કરવાની તીવ્ર ભાવના ભાવે છે, અને તે પ્રયત્ન પણ શક્તિ અનુસાર કરે છે એથી જ તેઓ તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કરી તીર્થકર બને છે.
સાર એ છે કે બીજાની પીડાની પ્રવૃત્તિ કરવી કે તેમાં આનંદ પામવો એટલે નરકગતિ તરફ પ્રયાણ... વિશ્વના સર્વદુઃખી જીવોના દુ:ખો દૂર કરવાની ભાવના અને તદનુરૂપ પ્રવૃત્તિ એટલે તીર્થકરપણાની પ્રાપ્તિ તરફ પ્રયાણ...