________________
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
૮૯ આપત્તિ જે પ્રકારની હોય છે તેવા કર્મો વિશેષરૂપ બંધાય છે. જેમ બીજાના રોગની, શારીરિક કે મૃત્યુ વગેરેની પીડામાં આનંદ અનુભવતા ઘોર અશાતાવેદનીય બંધાય છે. બીજાના અપયશમાં આનંદ અનુભવીએ તો આપણને પણ અપયશ નામકર્મ બંધાય છે. બીજાના કૌટુંબિક ક્લેશમાં આપણને જો હાશ થાય છે તો આપણને પણ તેવા જ ક્લેશો મળે, તેવો કર્મબંધ થાય છે. એટલુ જ નહિં તે આનંદ જેટલો તીવ્ર હશે તેટલા કર્મો પણ તીવ્ર રસવાળા બંધાશે. અને તેમાં તીવ્ર અનુબંધ પડતા પાછા એ બીજાના દુઃખમાં આનંદ પામવાના અશુભભાવોની પણ પરંપરા સર્જાશે અને બીજાના જે દુઃખમાં આનંદ અનુભવ્યો તેના કરતા અનેકગણ દુઃખ અનેકવાર ભોગવવું પડશે. દુઃખોની આખી પરંપરા ઉભી થશે જે અસંખ્યકાળ કે અનંતકાળ ચાલશે...
મહારાજા શ્રેણિકે ગર્ભવતી હરણીનો દૂરથી બાણ મારીને શિકાર કર્યો. નજીક જઈ બન્ને જીવોને હણાયેલા જોઈ તેઓ અત્યંત આનંદ પામ્યા. "મારૂ કેવુ તીવ્ર બાણાવળીપણું. એક જ ઝાટકે બે જીવોનો શિકાર થઈ ગયો." હરણી અને તેના ગર્ભસ્થ બચ્ચાની