________________
ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ
૮૭ આજે વેષની બાબતમાં સમાજનું ધોરણ ઘણું નીચે આવી ગયું છે. ચારે બાજુ ઉભટ વેષોના પરિધાન દેખાય છે. મંદિરોમાં અને ઉપાશ્રયોમાં પણ વેષની મર્યાદાઓ જળવાતી નથી. ઉભટ વેષના કારણે સમાજમાં પણ બળાત્કાર અને ખૂન વગેરેના પણ પ્રસંગો લગભગ રોજ જાણવા મળે છે.
માટે અન્યોનો વાદ ન કરતા શ્રાવક-શ્રાવિકાઓએ ઉચિત અને મર્યાદાશીલ વેષને ધારણ કરવો. ઉભટ વેષ લોક-વિરૂદ્ધ છે તેનો ત્યાગ કરવો...
(८) दाणाइ वि यऽमन्ने કેટલાક આચાર્યોના મતે ધર્માનુષ્ઠાનો-દાનાદિ કાર્યો વગેરેને ખૂબ પ્રગટ કરવા તે પણ ઈહલોકવિરૂદ્ધ છે કેમકે દાનાદિ કાર્યો આત્મકલ્યાણ માટે કરવાના છે. ખ્યાતિ, યશ, કીર્તિ માટે કરવાના નથી. ધર્માનુષ્ઠાનોને બહુ પ્રગટ કરવામાં આત્મોત્કર્ષ થાય છે, જે નીચગોત્રનો બંધ કરાવી અનેક ભવો સુધી સંસારમાં રખડાવે છે...
(૧) સાદુવાભિ તોસો ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ લોકવિરૂદ્ધ કર્તવ્યમાંનું આ નવમું કર્તવ્ય છે. સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ આપણે રાખવાનો છે.