________________
k
જય વીયરાય કરનારા છે, વિનાશ નોતરનારા છે. માટે આ એક સામાજિક મહાપાપ છે..
ઉભટવેષથી અનેક બીજા જીવોના અંતરના ભાવો બગડે છે. વિકારો ઉત્પન્ન થાય છે અને પતન પણ થવા સંભવ છે. બીજાના ચારિત્ર્યને નુકસાન થાય તેવા વેષ ધારણ કરનારને પણ ઘોર ચારિત્રમોહનીય કર્મ બંધાય છે, આગળ જતા આ પ્રવૃત્તિ હેય ન લાગવાના કારણે મિથ્યાત્વ પણ આવે છે અને ઘોર મિથ્યાત્વ મોહનીયકર્મ પણ બંધાય છે. પરિણામે સંસાર પરિભ્રમણ પણ વધે છે. દુર્ગતિના ભવોમાં ભટકવુ પડે છે. માટે ઉભટ વેષ એ લોકવિરૂદ્ધ છે. શિષ્ટજનોને પણ આ ઉદ્ભટવેષ ઈષ્ટ હોતો નથી તેથી આ લોકવિરૂદ્ધ છે.
શાસ્ત્રમાં કહ્યું છે - પોતાની ભૂમિકાને અનુસાર સુશ્રાવકોને વેશ ઉચિત ગણાય છે. માર્ગાનુસારીના ગુણોમાં પણ આયોચિત વેષ-આવકને અનુરૂપ વેષ કહેલ છે. આમ ક્ષત્રિય, વણિક, તથા ઈશ્વર (શ્રીમંત) અનીશ્વર, યુવાન, સ્થવિરાદિને સ્વપદને ઉચિત વેષ ધારણ કરવા કહ્યું છે પણ શ્રાવક-ઉત્તમ જન ક્યારેય નટો-વિટોના જેવો વેષ ધારણ ન કરે.