________________
૮૪
જય વીયરાય કરી આપ્યા છે. પરિણામે આખુ વિશ્વ મહાહિંસાના ખપ્પરમાં હોમાઈ ગયુ છે. વળી આનાથી પરિગ્રહની મૂર્છાઓ પણ ખૂબ વધી છે.
અર્થની વધુ પડતી આસક્તિના કારણે હિંસા-જૂઠ અને અનીતિ વધ્યા, અને પરિગ્રહની મૂર્છા બેમર્યાદ બની. કામની આસક્તિએ સદાચારને ખતમ કર્યો, દુરાચારને પુષ્ટ કર્યો..
આમ આ પાંચે મુખ્ય પાપો આ જગતમાં ખૂબ જ ફાલ્યા-ફૂલ્યા છે અને તેના કારણે જગત અશાંતિ, ડીપ્રેશન, ચિંતા, ગ્લાનિ, રોગ, શોક, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરે અનેક અનિષ્ટોના ખાડામાં ધકેલાઈ ગયુ છે...
વિશ્વનો ઉદ્ધાર કરવો હોય, રક્ષા કરવી હોય તો મર્યાદાઓનું પુનઃ સ્થાપન ગમે તે હિસાબે કરવું પડશે.
આતંકવાદ, યુદ્ધો, કુદરતી આપત્તિઓ અને બીજી પણ આજના અનિષ્ટોની પાછળ આપણી પવિત્ર પ્રાચીન મર્યાદાઓનું ઉલ્લંઘન એ જ મુખ્ય કારણ છે.