________________
બહુજન વિરૂદ્ધ સંગ
૮૩ પૂર્વે જ પાછા જઈ સંયમને સ્વીકારતા રાજીમતિએ પણ તેમનું જ અનુકરણ કર્યું. આજે પણ આવા દષ્ટાંતો જોવા મળે છે.
આર્યદેશની આ પવિત્ર મર્યાદાઓ છે, આ મર્યાદાને કરોડો વંદન કરીએ.. કમનસીબે પશ્ચિમનું આંધળું અનુકરણ થયુ અને કોઈક અપવાદો સિવાય આખો દેશ આજે વિલાસના દરિયામાં ડૂબી પડ્યો...
શાળા-કોલેજોમાં સહશિક્ષણ, નોકરીઓમાં સહવાસ તથા સમાજમાં પણ અનેક પ્રકારની છૂટછાટોએ મર્યાદાના ઉલ્લંઘનોમાં માઝા મૂકી છે, પરિણામે આ મહાન રાષ્ટ્ર ચારિત્રની બાબતમાં ઘણું નીચે ઉતરી ગયુ છે. વળી આ અને બીજા કારણે ગર્ભસ્થ શિશુઓની હત્યા સુધી પહોંચી જવાય છે. સુંદર ચારિત્ર્ય વિના સુખની ઇચ્છા કરવી એ હવામાં બાચકાં ભરવા જેવું છે....
મહાઆરંભ-સમારંભ એટલે ઘોર હિંસાઓ. એકેન્દ્રિયની, વિકલેન્દ્રિયજીવોની યાવત્ પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થાય તેવા ઉદ્યોગો-કારખાનાઓ વગેરે પણ દેશાચારનું ઉલ્લંઘન છે. વિજ્ઞાને મોટા હિંસાના સાધનો પણ ઉત્પન્ન