________________
બહુજન વિરૂદ્ધ સંગ સાથે સાંસારિક ભોગસુખ માણવાનું નહિ. આ એક ઉત્તમ મર્યાદાનું સ્થાપન છે. આ મર્યાદા સમસ્ત વિશ્વવ્યાપી બની હતી અને તેના દ્વારા સંસારમાં રહ્યા છતાં લોક સુખ-સમૃદ્ધિ, આનંદ-શાંતિ પામી હતા.
સ્ત્રીઓ તો વિશિષ્ટ મર્યાદાનું પાલન કરતી અને કોઈ કર્મોદયથી સ્વપતિનું કદાચ નાની ઉંમરમાં મરણ થાય તો જીવનભર સુધી શીલ (બ્રહ્મચર્યનું પાલન કરતી.
કોઈ ભયંકર સ્થિતિ ક્યારેક આવી જાય તો પણ આર્યનારીઓ પોતાના શીલને કલંકિત ન કરતા યાવત્ પ્રાણના પણ બલિદાન આપી દેતી. અલ્લાઉદ્દીન ખીલજી મેવાડની રાણી પદ્મિની પાછળ પાગલ બનેલ. તેને પ્રાપ્ત કરવા ઘોરયુદ્ધ ખેલી હજારોના પ્રાણનાશ કરી, લોહીની નદીઓ વહેવડાવી મેવાડ કબજે કર્યું. મેવાડની રાણી પદ્મિનીને આ ખ્યાલમાં આવતા પંદર હજાર અન્ય સ્ત્રીઓ સાથે અગ્નિસ્નાન કર્યું, પણ પોતાના શીલને કલંકિત ન થવા દીધું... રાવણે અઢળક પ્રયત્નો કર્યા છતાં મહાસતી સીતા તેને વશ ન થયા...
નગરીનું પતન થતાં રાણી ધારિણી અને રાજપુત્રી