________________
જય વીયરાય સંપત્તિ વધારવા મોટા મોટા ઉદ્યોગપતિઓ વગેરે મહારથીઓ પ્રયત્ન કરી રહ્યા છે. ડોટરો વગર જરૂરે વિવિધ ટેટો કરાવે છે, ઓપરેશનો પણ કરી નાંખે છે, માત્ર પોતે સંપત્તિ પ્રાપ્ત કરવા. અરે !
ક્યારેક તો દવાઓ ખપાવવા હવામાં રોગો ફેલાવાયા છે. કંઈકના જાન સાથે રમતો રમાય છે. ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગો સ્થાપવા ગરીબ ખેડૂતોની જગા અત્યંત અલ્પભાવે સરકારી અમલદારોનો સાથ મેળવી પડાવી લે છે. ઉદ્યોગો દ્વારા ચોતરફ પર્યાવરણ એટલે હવાપાણી વગેરે દૂષિત કરે છે. થોડા હજારોને નોકરી વગેરે આપે છે પણ લાખો અન્ય જણોને બેકાર કરે છે. કંઈકના ધંધા ખૂંચવી લઈને ઉધોગપતિ થવાય છે... આ અતિ ક્લિષ્ટ, તામસ પ્રકૃતિ છે. રાજસ પ્રકૃતિવાળા આત્માઓ ક્યારેય બીજાને નુકસાન કરી પોતાને લાભ કરવા ઈચ્છતા નથી.
આર્યસંસ્કૃતિની બીજી મર્યાદા કામસુખો માટે છે. યુગલિકકાળ પૂર્ણ થતાની સાથે પરમાત્મા ઋષભદેવે સ્થાપિત કરેલ ગૃહસ્થપણાના વ્યવહારમાં પણ સદાયારની સ્થાપના કરેલ છે. આ સદાચાર એટલે લગ્ન દ્વારા સ્વપત્ની તરીકે સ્વીકારેલ સ્ત્રી સિવાય અન્ય કોઈ