________________
૭૮
જય વીયરાય
આવી ગયા પછી સ્વતંત્ર ધંધો કરવા વિચાર્યું પણ શેઠની સામે દુકાન કરતા સ્વામીદ્રોહ લાગે માટે મુંબઈ છોડી ખંભાતમાં આવી દવાની દુકાન ચાલુ
કરી.
આવા તો અગણિત ઉદાહરણો છે સ્વામી પ્રત્યે કૃતજ્ઞતા રાખવાના અને પ્રગટ કરવાના. વળી વર્તમાનમાં તો જેની પાસેથી શિખ્યા તેની સામે પડવાના પણ અગણિત દાખલાઓ છે.
ઠાણાંગસૂત્રમાં ત્રણના ઉપકારને અપ્રતિકાર્ય જણાવ્યો છે. બદલો વાળી ન શકાય તેવો કહ્યો છે.
૧) માતા-પિતાનો, ૨) સ્વામીનો, ૩) ગુરુભગવંતોનો.. જીવનભર સુધી માતા-પિતાની એક નોકર કે દાસ જેવી સેવા કરે, તેમને ઉત્તમ બત્રીસ જાતના પકવાનના ભોજન કરાવે, તેમની જીવનભર અપ્રમત્તપણે સર્વપ્રકારે સેવા કરે છતાં તેમના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એકમાત્ર તેમને ધર્મ પમાડવાથી જ ઉપકારનો બદલો વાળી શકાય...
આવી જ રીતે સ્વામી માટે પણ કહેલ છે. સ્વામી એટલે જેણે પહેલો હાથ પકડ્યો, નોકરી-ધંધામાં જોડ્યા, ધંધો શિખવાડ્યો. કદાચ કોઈ કર્મના ઉદયે સ્વામી