________________
૭૬
જય વીયરાય આર્યદેશની ઉત્તમ મર્યાદાઓ ૧. અર્થપ્રાપ્તિમાં પ્રામાણિકતા ૨. સાંસારિક વિષયસુખોમાં સદાચાર 3. મહાહિંસક વ્યાપારોનો ત્યાગ.
આ મર્યાદાઓના પાલનથી આલોક-પરલોકમાં સુખી થવાય છે. સમાજની સુચારૂ વ્યવસ્થા પણ સ્થિર રહે છે. આ દેશમાં એવા પણ ઉત્તમ વ્યાપારીઓ હતા અને છે કે જેઓ ભુલથી પણ અન્યની રકમ આવી ગયેલ હોય તો તે યાદ કરીને પરત કરતા. ધર્મશાસ્ત્રોએ પણ "ન્યાયસંપન્ન" વિભવને વખાણ્યો છે. ન્યાયસંપત્તિથી પ્રાપ્ત થયેલ સંપત્તિ સ્થિર રહે છે, સુખપૂર્વક ભોગવી શકાય છે...
અન્યાયથી પ્રાપ્ત થયેલ વૈભવ મનમાં અશાંતિ ઉભી કરે છે, ખરાબ વિચારો ઉત્પન્ન કરે છે. બીજા પણ શારીરિક, કૌટુંબિક, સામાજિક વગેરે અનર્થો ઉભા કરે છે અને ટૂંક સમયમાં નાશ પામે છે...
આજે સમાજમાં-રાષ્ટ્રમાં જે ભયંકર અશાંતિ, અરાજકતા છે તે અન્યાયોપાર્જિત વૈભવના કારણે છે. ઘણાં સરકારી કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે લાંચ-રૂશ્વત વગેરેથી ઘણુ ઘન મળે છે, પણ એ બધું જ કુટુંબમાં બિમારી કે બીજી તકલીફો