________________
બહુજન વિરૂદ્ધ સંગ ભીડમાં આવી પડેલ હોય ત્યારે પોતાની પાસેથી લાખોકરોડોની સહાય કરવા દ્વારા પણ સ્વામીના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એક માત્ર ધર્મ પમાડવા દ્વારા જ તેમના ઉપકારનો બદલો વાળી શકાય છે.
એ જ રીતે ગુરુના ઉપકારનો બદલો પણ ક્યારેય વાળી શકાતો નથી. ગુરુ કોઈ કર્મના ઉદયે ધર્મમાર્ગથી ચલિત થતા હોય તો વિનયપૂર્વક તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા દ્વારા જ એમના ઉપકારનો બદલો વળી શકે છે.
આ જ રીતે મિત્ર, બંધુ, કુટુંબ વગેરેનો પણ દ્રોહ ન કરાય. સર્વત્ર પ્રમાણિકતાપૂર્વક જ વર્તાય. માલમાં પણ ભેળસેળ ન કરાય. વિશ્વાસ રાખતા ગ્રાહકો જોડે છેતરપિંડી વગેરે ન કરાય. આ દેશમાં પૂર્વે એવા વેપારીઓ, શ્રેષ્ઠિઓ હતા કે જે પોતે વ્યાપારાદિ કરવાની સાથે અનેકને વ્યાપારની સગવડો કરી આપતા. તેમની ભાવનાઓ એવી હતી કે - પોતે પણ સંપત્તિ પ્રાપ્ત કરે, બીજા પણ કરે... આજે પણ આવા વિરલા કોઈ કોઈ હશે પણ આજે બીજા અનેકના વ્યાપારો-આજીવિકાઓ વગેરે છીનવી લઈને, બીજાને નુકસાન કરીને પણ પોતાનો વ્યાપાર વધારવા,