________________
(૭) વામો આ ઉભટ વેશ તથા ઉભટ ભોગો આર્યદેશમાં પ્રત્યેક વ્યક્તિનો વેશ પણ ખૂબ સંસ્કૃત હોય છે. - સ્ત્રીઓમાં જે વેષ શરીરના અંગ, ઉપાંગોને બરાબર ઢાંકે છે તે સંસ્કારી વેષ કહેવાય છે. જે વર્ષો પહેરતા શરીરના અંગોપાંગ ખુલ્લા થાય છે તે વેષને ઉભટ વેષ કહેવાય છે.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પુરૂષ સ્ત્રીનો વેષ લે અને સ્ત્રી પુરૂષનો વેષ લે એ કામવાસના ઉત્પન્ન કરનારું છે. તેનાથી પોતાને પણ વાસના જાગે અને બીજાને પણ જાગે. શારીરિક રચનાને અનનુરૂપ વેષથી આરોગ્યને પણ હાનિ પહોંચે છે. ગૃહસ્થને પણ જો નિરોગી અને સુખી જીવન જીવવું હોય તો સંયમ અને સદાચાર અનિવાર્ય છે. ઉદ્ભટવેષ વગેરે અશુભ નિમિત્તોથી સતત કે વારંવાર જેઓ સંયમ ગુમાવી બેસે છે, માનસિક પણ વિકૃતિ પામે છે, તેઓ શારીરિક દૃષ્ટિએ પણ નિઃસત્ત્વ બની જાય છે. માટે ઉભટવેષ વગેરે અશુભ નિમિત્તો સમાજનું અકલ્યાણ કરનારા છે, ખૂન કરતાં પણ વધુ ખતરનાક ભાવહત્યા