________________
૮૨
જય વીયરાય વસુમતી (ચંદનબાળા) નું હાથી પર હરણ કરીને લઈ જતા સૈનિકે રસ્તામાં ધારિણીને પત્ની બનાવવાની વાત કરતા ઘારિણી જીભ કચડીને મરી ગઈ.
પોતાના રૂપથી આકર્ષિત થયેલ પરરાજાને પ્રતિબોધ કરી સ્વશીલનું રક્ષણ કરવા સુરસુંદરીએ કટારથી આંખોના બે ગોળા કાઢી રાજાના હાથમાં મૂક્યા...
શીલરક્ષા માટે સર્વસ્વનું બલિદાન આપતા સેંકડો, હજારો શીલવતી સ્ત્રીઓના દૃષ્ટાંત શાસ્ત્રોમાં નોંધાયેલા છે.
વર્તમાનમાં પણ ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાં જે હિંદુઓ પર અત્યાચાર થયા તેમાં સ્ત્રીઓ પર બળાત્કારના પ્રસંગો બનતાં એમાંથી શીલરક્ષા કરવા અનેક સ્ત્રીઓએ પોતાની પુત્રીઓ સાથે ઝેર ઘોળ્યાના પણ પ્રસંગો નોંધાયા છે...
આજે પણ આ દેશમાં તો એવી સંસ્કારી કન્યાઓ છે કે જેઓએ લગ્ન વગેરેના બંધન પૂર્વે મનથી પણ કોઈ સાથે મેળ કર્યો અને કદાચ તેની પ્રાપ્તિ ન થઈ તો જીવનભર (બ્રહ્મચર્ય) સંયમને અપનાવ્યું છે.
ભગવાન નેમિનાથ સાથે પાણિગ્રહણ નક્કી થયા પછી નેમિનાથ વૈરાગી થઈ લગ્ન મંડપમાંથી લગ્ન