________________
o૫
બહુજન વિરૂદ્ધ સંગ
(૬) ફેસલાવાર સંપળ (૬) દેશ-જ્ઞાતિ-કુલ વગેરેની ઉત્તમ મર્યાદાઓનું ઉલ્લંઘન...
तथा ख्यातस्य प्रसिद्धस्य तथाविधापरशिष्टसम्मततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकलमण्डलव्यापाररूपस्य भोजनाच्छादनादिचित्रक्रियात्मकस्य प्रपालनमनुवर्तनम् । तदाचारातिलङ्घने तद्देशवासिजनतया सह विरोधसम्भावनाकल्याणलाभः स्यादिति । पठन्ति चात्र लौकिकाः . यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसाऽपि न लङ्घयेत् ।।
અનેક શિષ્ટ પુરુષની સંમતિથી લાંબા ટાઈમથી રૂટિને પામેલ, સમસ્ત દેશમાં પ્રવૃત્ત થયેલ ભોજનઆચ્છાદનાદિ વિચિત્ર ક્રિયાના પાલનરૂપ દેશાયારનું પાલન કરવું જોઈએ. આવા આયારોના ઉલ્લંઘનથી દેશના લોકો જોડે વિરોધ થાય છે તેથી અહિત થાય છે. લૌકિકો કહે છે, "યોગીઓ જો કે આખી પૃથ્વીને દોષિતરૂપે જુવે છે તો પણ મનથી પણ લોકાચારને ઓળંગે નહીં." આર્યદેશ-ઉત્તમકુળ-શ્રેષ્ઠજ્ઞાતિ વગેરેમાં ઘણી-ઘણી ઉત્તમ મર્યાદાઓ હોય છે. આ ઉત્તમ મર્યાદા જ જીવોને સદાચારમાં તથા ઉત્તમ શુભ ભાવોમાં સ્થિર રાખી શકે છે.