________________
(५) बहुजणविरूद्धसंगो બહુજન વિરૂદ્ધ સંગ
લોકવિરૂદ્ધ પાંચમુ કાર્ય છે 'બહુજનવિરૂદ્ધ સંગ...' શિષ્ટ સમાજમાં જેનો વિરોધ હોય તેવા અશિષ્ટ જનોની સોબત ખૂબ નુકસાનકારક છે. "જેવો સંગ તેવો રંગ" આ કહેવત ઘણું સૂચવે છે. તમને કોની સોબત ગમે છે તેના પરથી તમારા અંતરના ભાવ પણ જાણી શકાય છે. પ્રાયઃ કરીને જુગારી, ગુંડા, કુર, ખૂની, હિંસક, ક્ષુદ્ર વગેરે જનો પ્રત્યે લોકોનો વિરોધ હોય છે. જેઓ સરળ લોકોને લૂંટે છે, લોક પર અપકાર કરે છે આવી વ્યક્તિઓ પ્રત્યે લોકમાં વિરોધ હોય છે. આવી વ્યક્તિઓની સોબતથી આપણામાં પણ તેઓના જેવા દોષો ઉભા થાય છે. ખાસ કરીને મોટા ભાગની પ્રજાના વિરોધના ભાજન થવું પડે છે જે અનેક રીતે અનર્થકારક થાય છે. ક્યારેક કોઈ ઉત્તમકાર્ય કે ધર્મના સિદ્ધાંતોની રક્ષા વગેરે વખતે લોકપ્રવાહની વિરૂદ્ધ જવુ પડે તે બહુજનવિરુદ્ધ સંગ ન ગણાય. શિષ્ટજનોના વિરોધીઓનો સંગ એ બહુજનવિરુદ્ધ સંગ છે...