________________
૭૨
જય વીયરાય
ન કરવી.
પરમાત્માને પ્રાર્થના કરીએ કે લોકવિરૂદ્ધ એવી પ્રવૃત્તિઓ મારા જીવનમાં ન આવે, અને હોય તો પણ તે જલ્દીથી દૂર થઈ જાય.
(४) रीढा जणपूयणिज्जाणं
જનપૂજનીયોની હેલના રાજા, મંત્રી, નગરશેઠ, શ્રેષ્ઠિ વગેરે જે લોકમાં ઉચ્ચસ્થાને બેસેલાઓ છે તેઓની હીલના-લઘુતા વગેરે કરવાથી તેમના જોડે શત્રુભાવ થાય છે, દુશ્મનાવટ થાય છે, જેના કારમાફળ ભોગવવા પડે છે. ધર્મરક્ષાદિ વિષે, પ્રયોજન વિના ઉચ્ચસ્થાને બેઠેલાઓ જોડે વિરોધ ઉભો થાય તેવુ કરવુ એ સ્વ-પરને અહિતકારક છે. રાજાદિ બધા છદ્મસ્થ સંસારી જીવો છે. તેમની વિરુદ્ધ જવાથી તેઓ આપણને દાઢમાં રાખે છે. અવસરે બદલો લઈ ભારે આપત્તિમાં નાંખે છે. વળી રાજાદિ યોગ્ય હોય, પાત્ર હોય, સ્વ-પરના કાર્યો કરતા હોય, તેવાઓની હીલના કરતા પાત્ર જીવોની નિંદા વગેરેથી આપણી પણ પાત્રતા નાશ પામે અથવા ભવિષ્યમાં પાત્રતા મળે નહીં તેવી સ્થિતિ થાય છે.
परापवादो हि बहुदोषः, यदाह वाचकचक्रवर्ती