________________
90
જય વીયરાય (૩) ૩Yધમ્મરસને | સરળ ભાવે ધર્મ કરનારની મશ્કરી. ઋજુ એટલે સરળ. પણ સરળતા સાથે જેમની મતિ તીવ્ર નથી તેવા જીવો અવ્યુત્પન્નમતિવાળા હોય છે. આ જીવો સરળ છે, પણ બુદ્ધિની તીવ્રતાના અભાવે ધર્મના અનુષ્ઠાનોમાં ઘણી વાર ખામી આવે છે, ભૂલો થાય છે, અવિધિઓ થાય છે, વગેરે.. તેઓની ક્ષતિઓની મશ્કરી કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે. તેઓની મશ્કરી કરતા તેઓ પણ વિરુદ્ધ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે - "વદવો વ્યુત્પન્ન एव लोकास्ते च तद्धर्माचारहसने सति विरुद्धा एव મવત્તિ"
ઘણા જીવો અવ્યુત્પન્ન બુદ્ધિવાળા હોય છે, તેઓના ધર્માચરણની મશ્કરી કરતા તેઓ વિરુદ્ધ થાય છે. ઉંચો ધર્મ કરનારે પણ પોતાનાથી નીચી કક્ષાના અલ્પ ધર્મ કરનાર પ્રત્યે અસદ્ભાવ નથી કરવાનો, પણ સદ્ભાવ રાખવાનો છે. એટલું જ નહિ, પણ અલ્પધર્મ કરનારની પણ અનુમોદના કરવાની છે. મોટા ગચ્છાધિપતિ જેવા આયાર્યો પણ આજના નૂતન દીક્ષિતના પણ તપ-ત્યાગની અનુમોદના કરે છે, અરે