________________
૬૮
જય વીયરાય કારણે હું પરનિંદક થયો. તપસ્વી, સંયમી, ઉત્તમ આયારો પાળનારા મહાત્માઓની મેં નિઃશંકપણે નિંદા કરવા માંડી, વિશેષ શું કહ્યું - તીર્થકર ભગવંતો, સંઘ, શ્રત, ગણધર ભગવંતોની આશાતના કરતા મેં જરા પણ પાછુ ના જોયું. સાધુવેષ હોવા છતાં ગુણદૂષક, પાપાત્મા, મહામોહવશે ભયંકર મિથ્યાદષ્ટિ થયો. નિંદાની આ પાપચેષ્ટાથી મેં અતિઘોર દુર્ભેદ કર્મનો સંગ્રહ કર્યો. તેથી દુઃખના સમુદ્રમાં ડુબતો અનંતકાળ સુધી સર્વ યોનિઓમાં, સ્થાનોમાં ભટક્યો. અર્ધપુદ્ગલ-પરાવર્ત સુધી ભમતાં મેં સર્વ દુઃખો સહ્યાં. વિશ્વમાં એવી કોઈ વિપદ્ નથી, એવું કોઈ દુઃખ નથી, કે એવી કોઈ ગાટ વિડંબના નથી કે તે મેં એ વખતે સહન ન કરી હોય...
અર્થાત્ સાતે નારકીના, સર્વપ્રકારના તિર્યંચોના, મનુષ્યોના અને દેવલોકના પણ દુઃખો મેં સહ્યા..
મહાપુરૂષોની નિંદાનું આ કેવુ ભયંકર પરિણામ !. સમ્યક્ત પામેલો જીવ, અરે, સાધુધર્મ સુધી આવેલો જીવ નિંદાના રસમાં ઓતપ્રોત બની, શાસન-સંઘ-અરિહંતસાધુ-સાઘર્મિકાદિની આશાતના કરી અનંતકાળ સુધી નરક, નિગોદ, તિર્યંચ આદિના કારમાં દુઃખો સહન