________________
ગુણીજનની નિંદા....... પથ્થર બાંધીને ડુબકી
૬૯
કરે છે. માટે નિંદાના આ કાતિલરસથી સાવધાન બની ભવ-ભ્રમણથી અટકીએ.
પ્રભુને પ્રાર્થના કરીએ "દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી અત્યંત નિકૃષ્ટ, તીવ્ર અશુભાનુબંધ કરાવનાર, ગુણીજનની નિંદારૂપ લોકવિરૂદ્ધકાર્ય મારા જીવનમાં ન આવે અને આવેલ હોય તો દૂર થાય"...
૬
अवर्णवादी महापापकारी अवर्णवादी नरकावतारी । अवर्णवादी हरते गुणालीन् अवर्णवादं त्यज भाग्यशालिन् ।।
અવર્ણવાદી મહાપાપને કરનારો છે.
અવર્ણવાદી નરકમાં જનારો છે.
અવર્ણવાદી ગુણસમૂહને હરનારો છે.
માટે હે ભાગ્યશાળી ! અવર્ણવાદને છોડી દે
૫.પૂ. લબ્ધિસૂરિ મ.