________________
કરનાર છે
લોકવિરુદ્ધત્યાગ... આર્યત્વની અતર્યાત્રા
પપ હૈયામાં ધર્મદ્રેષ ઉભો થાય તેવું વર્તન કરનાર પણ ઈતરજનોમાં અબોધિ (અધર્મ-મિથ્યાત્વ)નું બીજ આરોપણ કરે છે અને તે દ્વારા પોતાના આત્મામાં પણ ગાઢ મિથ્યાત્વનું આરોપણ કરે છે. પૂ. હરિભદ્રસૂરિ મ. એ અષ્ટકમાં જણાવ્યું છે - "यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थविवर्धनम् ।।
- જે પ્રાણીઓ અનાભોગથી પણ શાસનની મલિનતામાં વર્તે છે તેઓ અન્યજીવોને મિથ્યાત્વમાં કારણભૂત થવાથી સંસારના શ્રેષ્ઠ કારણભૂત મિથ્યાત્વને બાંધે છે જે ભયંકર ફળને આપનાર તથા સર્વ અનર્થની વૃદ્ધિ કરનાર બને છે.
અર્થાત્ શાસનની મલિનતા કરનાર ઘોર મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધી સંસારમાં દીર્ઘકાળ સુધી ભટકે છે, નરકાદિના ઘોર અને ભયંકર દુઃખોને સહન કરે
છે.
પંયસૂત્રમાં બીજા સૂત્રમાં શ્રાવકને પણ "લોકવિરુદ્ધ ત્યાગ"નું ખૂબ ભારપૂર્વક જણાવેલ છે.