________________
ગુણીજનની નિંદા......... પથ્થર બાંધીને ડુબકી
૬૫ છતા કે અછતા દોષોને લોકોની આગળ આક્ષેપપૂર્વક પ્રગટ કરે છે તેઓ શ્રોતાઓની ભાવ કતલ કરી રહ્યા છે અને પૂર્વાચાર્યના માર્ગનો નાશ કરી રહ્યા છે, માટે તેવાઓના વચનને સહેજ પણ મનમાં ન
લેવું.
કોઈની પણ નિંદા માત્ર ખરાબ છે પણ ગુણીજનોની નિંદા અત્યંત નિકૃષ્ટ છે, તીવ્ર અશુભાનુ-બંધ કરાવનાર છે, ભયંકર સંસારમાં રખડાવનાર છે. માટે પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ ! મારા જીવનમાં ગુણીજનની નિંદા ક્યારે પણ ન આવે. લોકવિરુદ્ધ એવી આ વસ્તુને હું ત્યાગુ..
સમ્યગ્દષ્ટિ જીવોને પણ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત સંસારકાળ કહ્યો છે, તેમાં પણ કારણ મુખ્યતઃ ઉત્તમપુરુષોની નિંદાદિ જ લગભગ છે. ઉપમિતિ ભવપ્રપંચામાં સાધુપણું પ્રાપ્ત કર્યા પછી પણ નિંદામાં પડનાર જીવ કેવા ઘોર કર્મબંધ કરીને સંસારમાં ઘોર દુઃખો સહન કરે છે, તેનું વર્ણન કરેલ છે, જે તેના જ શબ્દોમાં જોઈએ. अन्यदा मानवावासमध्यवर्तिनि सुन्दरे । पुरे सोपारके पल्या, नीतोऽहं नीरजेक्षणे ||९९१।।