________________
ગુણીજનની નિંદા........ પથ્થર બાંધીને ડુબકી
૬૩ મુનિને પણ બોધિદુર્લભ થાય છે. જીવાનુશાસનમાં આ અંગે સુંદર વાત જણાવી છે – "जं दुसमभावाओ एगे अलसा सधम्मकज्जेसु । अन्ने तदोसविकत्थणाए लोयाण सावेक्खा ॥ तह पन्नविंति धम्मं जह नियपक्खस्स होइ परपुट्ठी। जाणंति णेय मूढा अत्ताणं वंचिमो एवं ॥ जह सरणमुवगयाणं, जीवाणिच्चाइ णिसुणिऊणं पि। अवग्गणियभवदंडा, किर सच्चपरुवया अम्हे ॥
જેથી કરીને દુષમકાળના પ્રભાવથી સ્વધર્મકાર્યોમાં કેટલાક (મુનિઓ) આળસુ (પ્રમાદી) હોય છે.
બીજા મુનિઓ લોકોની આગળ આક્ષેપ પુરસ્સર તેમના દોષ પ્રગટ થાય તેવી રીતે ધર્મની પ્રરૂપણા કરે છે કે જેથી પોતાના પક્ષની વિશેષ પુષ્ટિ થાય.
આ રીતે ધર્મની પ્રરૂપણા કરનારા મૂઢ એવા તેઓ જાણતા નથી કે આપણા આત્માને જ આપણે આ રીતે ઠગી રહ્યા છીએ.
નદ સ૨ળમુવીયા નીવા" - ઉસૂત્ર-પ્રરૂપક આચાર્ય શરણે આવેલા જીવોના મસ્તક કાપે છે - એવી ગાથા સાંભળવા છતાં, સંસારભ્રમણના દંડની અવગણના કરીને પાછા અમે જ સાચા પ્રરૂપક છીએ