________________
૬૨
જય વીયરાય કુતરીના સફેદ ચમકતા દાત જોઈને “આના દાંત કેટલા સુંદર છે” એમ પ્રશંસા કરતા આગળ ચાલ્યા. આ કૃષ્ણમહારાજાની દૃષ્ટિ હતી.
સ્તુતિ નવ કીજે આપણી, નવ કીજે નિંદા ય; ઉપદેશમાળા ઈમ કહે, તપ જપ સંયમ જાય. માસખમણને પારણે, એક સિક્ત લઈને ખાય; પણ નર નિંદા નવ તજે, નિચે દુર્ગતિ જાય. પરનિંદા પેઠે કરે, વહેતો પાતિક પૂર; દુર્ગતિ દશવૈકાલિકે, કહી સિર્જભવસૂર
-કવિ ઋષભદાસ રચિત બાહુબલીરાસ (૨) ગુણીજનની નિંદા સામાન્ય જનની નિંદા પણ અત્યંત ખરાબ છે તો ગુણીજનની નિંદા માટે તો શું કહેવું ? એ તો અત્યંત ક્લિષ્ટ છે, આત્માનો અતિસંક્લિષ્ટ પરિણામ છે. ગુણોનો સર્વથા નાશ કરનાર છે, તીવ્ર અશુભ અનુબંધને બંધાવનાર છે. નરકાદિ દુઃખોમાં રખડાવનાર છે.
વ્યાખ્યાનકાર મુનિઓએ પણ પ્રતિપક્ષના મુનિઓની નિંદા પાટ પરથી કરવી ઉચિત નથી. ગૃહસ્થોના હૈયામાંથી મુનિઓ પ્રત્યેની શ્રદ્ધા તુટી જાય. તેવું કરવાથી ગૃહસ્થો મિથ્યાત્વ પામે છે. તેમને બોધિ દુર્લભ થાય છે. તેમાં નિમિત્ત થવાના કારણે ઉપદેશક