________________
૬૪
જય વીયરાય એમ જાહેર કરે છે.. टीका -'जह सरणमुवगयाणं जीवाणं निकिंतइ सिरे ।
जो उ एवं आयरिओ वि हु उस्सुतं पन्नवितो य ।। અર્થ - જેમ કોઈ શરણે આવેલા જીવોના માથા કાપે છે, તે રીતે ઉસૂત્રપ્રરૂપક આચાર્ય પણ કરે છે.
અહિં પણ આત્મકલ્યાણ માટે પ્રભુની વાણી સાંભળવા આવનારની સમક્ષ બીજા મુનિઓના દોષ પ્રગટ કરી સ્વપક્ષની પુષ્ટિ કરનાર ઉપદેશકો તેમની ભાવ કતલ કરી રહ્યાનું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. તેથી જ શાસ્ત્રકારો આગળ જતા ફરમાવે છે - "मा देसु तेसु मणयं वि माणसं माणमुव्वहंतेसु । धम्मरयपुव्वसूरीण मग्गं भग्गं कुणतेसु ।।
માટે આવા અભિમાનને વહન કરતા, (અમે જ સાચા-બીજા બધા ખોટા, અમે જ સમ્યક્તી બીજા બધા મિથ્યાત્વી એવા અભિમાનને વહન કરતા), ધર્મમગ્નપૂર્વઋષિઓના માર્ગને ભગ્ન કરતા, તોડી નાંખતા, એવા તેઓ પ્રત્યે સહેજ પણ મન ન આપવુ અર્થાત્ તેમના પ્રત્યે મનને જરા પણ જવા ન દેવું.
ટૂંકમાં શાસ્ત્રકાર ભગવંતોનું એવું કહેવું છે કે - જેઓ પોતાના પક્ષની પુષ્ટિ કરવા પરપક્ષના મુનિઓના