________________
જય વીયરાય "परिहरिज्जा सम्मं लोगविरुद्ध, करुणापरे जणाणं न खिसाविज्ज धम्मं, संकिलेसो खु एसा परमबोहिबीअमबोहिफलमप्पणोत्ति । एवमालोएज्जा, न खलु इत्तो परो अणत्यो, अंधत्तमेअं संसाराडवीए, जणगमणिट्ठावयाणं, अइदारुणं सरुवेणं, असुहाणुबंधमच्चत्थं ।।
લોકોને અધર્મ ન થાય તેવી કરુણાબુદ્ધિથી લોકવિરૂદ્ધ એટલે લોકને સંક્લેશ કરાવે, તેવા કાર્યોનો ત્યાગ કરવો.
લોકો દ્વારા પણ ધર્મની નિંદા ન થાય તેનું ધ્યાન રાખવું. ઘર્મનિંદા એ - અશુભભાવપણાના કારણે મોટો સંક્લેશ છે, બીજાને અબોધિ (મિથ્યાત્વ)નું બીજ છે, અને બીજા દ્વારા ધર્મની નિંદા કરાવવાના કારણે પોતાને એટલે કે લોકવિરુદ્ધ આચરનારને પણ મિથ્યાત્વનું ફળ મળે છે.
વળી આમ વિચારવું કે અબોધિફળથી કે તેના કારણભૂત લોકવિરૂદ્ધ વ્યવહારથી વિશેષ (મોટો) કોઈ અનર્થ નથી. અબોધિફળ કે લોકવિરૂદ્ધ વ્યવહાર એ સંસાર અટવીમાં આંધળાપણુ છે કેમકે તેનાથી હિત જોઈ કે જાણી શકાતું નથી. નારકાદિ અનિષ્ટ આપત્તિઓનું કારણ છે. સંક્લેશોની પ્રધાનતાના