________________
(૪) લોક-વિરુદ્ધ ત્યાગ પૂર્વે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ આ ત્રણ વસ્તુની પરમાત્મા પાસે પ્રાર્થના કરી, હવે ક્રમ પ્રાપ્ત લોકવિરુદ્ધ ત્યાગની પ્રાર્થના કરાય છે. "होउ ममं तुह पभावओ भयवं लोगविरुद्धच्चाओ"
હે પરમાત્મા ! આપના અચિંત્ય પ્રભાવથી નિંદા વગેરે લોકવિરુદ્ધ અનુષ્ઠાનોનો મારા જીવનમાં સદા ત્યાગ રહે, તેવા કાર્યો મારા જીવનમાં આવે જ નહિ અને હોય તો દૂર થાય.
લોકના ચિત્તમાં સંક્લેશ ઉત્પન્ન કરે, ખેદ-દ્વેષદુર્ભાવ ઉત્પન્ન કરે તેવા વ્યવહારો તે લોકવિરુદ્ધ વ્યવહારો છે. આનાથી આપણો પણ આલોક, પરલોક, ઉભયલોક બગડે છે. ધર્મી આત્માના લોકવિરૂદ્ધ વ્યવહારથી ધર્મની હીલના, નિંદા થાય છે. લોક દ્વારા થતી ધર્મનિંદાથી લોકોમાં અબોધિ (મિથ્યાત્વ)નું બીજ પડે છે. જેમ ઈતરજનો ધર્મપ્રશંસાથી ઘર્મના બીજને પ્રાપ્ત કરે છે અને શાસનપ્રભાવનાના કાર્યો દ્વારા ઈતરોના હૈયામાં ધર્મબીજને નાંખનાર પોતે પણ સમ્યક્તને વધુ ને વધુ નિર્મળ કરતા છેક ક્ષાયિક સમ્યક્ત સુધી પહોંચે છે, તેવી જ રીતે ઈતરજનોના