________________
૪૯
ઇષ્ટફલસિદ્ધિ.અભિમત ફલપ્રાપ્તિ સંસારમાં રખડાવે તેવા, લોકમાં નિંઘ તેવા પદાર્થોની હું ઈચ્છા કરતો નથી, પરંતુ આ લોકની કેટલીક આજીવિકાદિ ગૃહસ્થ જીવન અંગેની ઈચ્છાઓ પજવે છે. આપના અચિંત્ય પ્રભાવથી ઈચ્છાઓની પૂર્ણાહૂતિ થતા તેની પજવણીમાંથી મુક્ત થઈ સ્વસ્થ બનેલુ ચિત્ત આપને ખૂબ ઉલ્લાસથી ભજી શકશે. અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓ ભાવપૂર્વક થવા લાગશે. માટે હે દેવાધિદેવ! ધર્મથી અવિરોધિ એવી આલોકની પણ મારી ઈચ્છાઓની આપના અચિંત્ય પ્રભાવથી પૂર્ણાહૂતિ થાય, જેથી હું આપના ધર્મપ્રત્યે વધુ આદરવાળો બનું.
હે નાથ ! તારા ભક્તિમાં અવરોધભૂત થાય તેવી શારીરિક, કૌટુમ્બિક, આર્થિક, સામાજિક, રાજકીય વગેરે પ્રતિકૂળતાઓ અચિંત્ય પ્રભાવથી દૂર થજો અને પ્રતિપક્ષી અનુકૂળતાની મને પ્રાપ્તિ થાય.
અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે - મુખ્યતયાએ આપણે મુક્તિ માટે આરાધના કરવાની છે, પણ પ્રભુની પાસે ઈહલૌકિક વસ્તુ ન જ મંગાય એવો એકાંતવાદ જેન શાસનમાં નથી. પ્રભુભક્તિમાં અવરોધભૂત ઈહલૌકિક પ્રતિકૂળતાઓ દૂર કરવાની અને ઈહલૌકિક અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાની પ્રાર્થના