________________
(૩) ઈષ્ટફલસિદ્ધિ होउ ममं तुह पभावओ भयवं इट्ठफलसिद्धि
હે પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી મને ઈષ્ટફળ સિદ્ધિ એટલે અવિરોધિ ફળની પ્રાપ્તિ થાવ. સુમનસ્કતાનો અવિરોધિ એટલે ચિત્તને ન બગાડે તેવા ઈહલોકિક આજીવિકાદિ ફળની પ્રાપ્તિ થાવ.
હે નાથ ! અનાદિકાળથી અનુકુળતાથી ટેવાયેલો આત્મા પ્રતિકૂળતા આવતા જ મૂંઝાઈ જાય છે. આ લોકમાં પણ આજીવિકાદિ વસ્તુઓમાં ઊભી થતી પ્રતિકુળતાના કારણે ચિત્તની અસ્વસ્થતા ઉભી થાય છે. ઈચ્છાઓના હુમલાઓથી ચિત્તની સ્વસ્થતા જોખમાય છે. માટે હે દેવાધિદેવ ! જેનાથી આપની ભક્તિમાં પ્રતિકૂળતા દૂર થાય અને જેની પ્રાપ્તિ દ્વારા ચિત પ્રસન્ન બને અને આપની પૂજાદિ ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય તેવી આજીવિકાદિ ઐહિક આલોકની પણ અનુકુળતાઓ આપના અચિંત્ય પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. જેથી સદાય પજવતી ઈચ્છાઓનો અભાવ થાય અને સ્વસ્થ ચિત થતા આપના વંદનાદિ ધર્મપ્રવૃત્તિ આદરપૂર્વક કરી શકું.
હે નાથ ! ધર્મના વિરોધી, રાગાદિને વધારે તેવા,