________________
ઇષ્ટફલસિદ્ધિ....... અભિમત ફલપ્રાપ્તિ
૫૧
ઇષ્ટફલસિદ્ધિ એટલે (ઘર્મની) અવિરોધિ ફળ (ઈહલૌકિક)ની પ્રાપ્તિ. આનાથી ઇચ્છાઓ પૂર્ણ થવા દ્વારા અભિલષિત અર્થનો ભંગ ન થવાથી (અર્થાત્ અભિલષિત અર્થની પ્રાપ્તિ થવાથી) સૌમનસ્ય એટલે ચિત્તની પ્રસન્નતા થાય છે. તેથી એટલે સૌમનસ્યથી ઉપાદેયમાં એટલે પરમાત્માની પૂજા-ભક્તિ વગેરેમાં આદર પ્રયત્ન થાય છે, બીજી કોઈ રીતે કોઈને આ (ચિત્તની પ્રસન્નતા) થાય તેવી શંકાનું સમાધાન કરતા જણાવે છે કે આજીવિકાના ઉપાયોની પ્રાપ્તિ વગેરે ઈહલૌકિક ઈચ્છાઓની ઉત્સુકતા દૂર થયા વિના પરમાત્માની ભક્તિ વગેરેમાં સુંદર આદર થતો નથી. કેમકે ઈચ્છાઓથી ચિત્ત વ્યાકુળ થાય છે. વ્યાકુળ ચિત્તથી પ્રભુની પૂજા ભક્તિ વગેરે સારી રીતે થઈ શકતુ નથી.
= પ્રયત્ન
વિજયનો પૂરે બંધ સંગ્રહ
સંઘાચાર ભાષ્ય :- કૃષ્ણસિદ્ધિ-મિતષિતાર્થનિષ્પત્તિઃ ऐहिकी, ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माद्देव पूजाद्युपादेयप्रवृत्तिः ।
ઇષ્ટફલસિદ્ધિ એટલે જેની અભિલાષા થયેલ છે તેવી ઈહલૌકિક વસ્તુની પ્રાપ્તિ, જેની પ્રાપ્તિ થતા ચિત્તની સ્વસ્થતા થાય છે. તેથી પરમાત્માની પૂજાદિ ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે.
=
–