________________
૪૬
જય વીયરાય ત્યાગ સંયમની વાતોને કાટી ખાતા-પીતા ધ્યાન કરાવીને મોક્ષની વાતો કરે છે. સંયમીઓનો અપલાપ કરે છે. મશ્કરી કરે છે. ઘોર આશાતના કરે છે. શ્રી સીમંધર પ્રભુનું નામ લઈ પ્રભુની ઘોર આશાતના કરે છે.
વળી કેટલાક સ્વપક્ષીઓ પણ એકાંત ઉત્સર્ગના આગ્રહી બને છે. કેટલાક એકાંત અપવાદના જ આગ્રહી બને છે.
ઉત્સર્ગકાળે ઉત્સર્ગ અપવાદ કાળે અપવાદની આયરણા જિનમતને સંમત છે. ઉત્સર્ગકાળે અપવાદની આચરણા, અપવાદકાળે ઉત્સર્ગની આચરણા ભવવર્ધક છે મહાકદાગ્રહ છે, અનંત સંસારનું સર્જક છે. માત્ર એકાદ વચનને પકડીને જગતમાં ઉલ્કાપાત મચાવનારા બાપડા શાસ્ત્રોના રહસ્યાને નહીં સમજનારા અતત્વના આગ્રહી બની રહ્યા છે. સ્વયં જીવનમાં અનેક અપવાદો સેવનારા, એકાદ નાનકડા જિનવચનને પકડી, તેના માત્ર શબ્દાર્થને પકડી રાખી, ભાવાર્થ અને રહસ્યાર્થથી અજ્ઞ જીવો જિનશાસનમાં ઉલ્કાપાત મચાવી રહ્યા છે. ભદ્રિક શ્રાવકોને પોતાની માન્યતાની પુષ્ટિ કરી અનેક ઉત્તમ ગુરુઓથી પરાભુખ કરવા દ્વારા શાસન વિચ્છેદનું પાપ આચરી રહ્યા છે.