________________
૩૩
ભવનિર્વેદ.. વૈરાગ્યની આઝુ તળાવાના, અગ્નિમાં બળવાના, પાણીમાં તણાવાના વગેરે વર્ણન ન થઈ શકે તેવા કારમાં દુઃખો આપણે સહન કર્યા. કોણ બચાવે આપણને ? આ તો તિર્યંચ જાતિની વાત થઈ પણ નરક જાતિના તો દુઃખ કેવી રીતે વર્ણવી શકાય ? જ્યાં ક્ષણમાત્ર રતિ કે આનંદ નથી. ઘોર અંધકારમય, અનેક પ્રકારની ભયંકર માથુ ફાટી જાય તેવી દુર્ગધો, અત્યંત ખરાબ રસવાળા આહારના પગલો, જોવા ન ગમે તેવા કદરૂપા શરીર, અસહ્ય ગરમી-ઠંડી, સતત રોગોથી ભરેલા શરીર વગેરે... નારકીના જીવોની પરિસ્થિતિ અકથનીય છે. અરે ! ઉત્પન્ન થવા માટે પણ નિષ્ફટમાંથી શરીરના ટુકડા કરીને એને બહાર કઢાય છે. આટલુ ઓછુ હોય તેમ પરસ્પર એક બીજા પર શોના ઘા અને વધારામાં નરકમાં ક્રીડા માટે આવેલા પંદર પ્રકારના પરમાધામીકૃત જે પીડા છે તે તો સાંભળતા જ રોમાંચ ખડા થઈ જાય છે.
પરમાધામી દેવો નારકના જીવોને જીવતા ભઠામાં નાંખે છે, શરીરના માંસ કાપી તેને જ ખવડાવે છે. ઉકળતા તેલમાં શરીરના ટુકડા કાપી તળે છે, આંતરડા બહાર કાઢી કાપે છે, દાવાનળમાં જીવતા ફેંકે છે,