________________
ભવનિર્વેદ વૈરાગ્યની આરઝુ
૩૯ તેના રૂપ માત્રનું દર્શનથી નિયાણું કરી બ્રહ્મદત ચક્રવર્તી બનીને સાતમી નરકે ગયા. અરે ! આ સ્ત્રીઓની પરાધીનતાના કારણે અનેક આત્માઓના આલોકપરલોક બગડ્યા છે. આ બધુ જાણવા છતાં પ્રભુ ! મને આ સ્ત્રીઓ પ્રત્યે નિર્વેદનો ભાવ જાગતો નથી. | હે અનાથોના નાથ ! અમારો હાથ પકડો. આપનો અચિંત્ય પ્રભાવ છે. પાપી જીવો આપના પ્રભાવથી પવિત્ર થાય છે, અત્યંત કામી જીવો મહાબ્રહ્મચારી થાય છે; દોષિત આત્માઓ પણ ગુણવાન બને છે. હું પણ ઈચ્છું છું કે આપના અચિંત્ય પ્રભાવથી મારી પાપવાસનાઓ નાશ પામે, સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ દૂર થાય. રસ્તામાં ચાલતા બાજુમાં રહેલ ઉકરડાથી માણસ જેમ દૂર ચાલે છે તેમ મારું મન પણ આ 'સ્ત્રી' તત્ત્વથી દૂર થઈ જાય. મારો આત્મા પવિત્ર થઈ જાય. કામસંજ્ઞાનું બીજ મારા આત્મામાંથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાઓ.
સંસારમાં ત્રીજી મહત્ત્વની વસ્તુ છે - યશ-કીર્તિ, માન, સત્કાર, સન્માન. ' હે દેવાધિદેવ ! હું સદાય યશ-કીર્તિ-માનનો ભૂખ્યો છું. મને ખૂબ જ માનની અભિલાષા થાય છે. થોડો