________________
४०
જય વીયરાય
ધર્મ કરી મોટી જાહેરાત કરવામાં હું હોશિંયાર છું. ચારે બાજુ મારી નામના થાય, તે માટે હું પ્રયત્નશીલ છું. મારા કરતા બીજાના નામ ઉંચે જાય ત્યારે મારૂં મન મત્સરથી ભરાઈ જાય છે. માન અને કીર્તિના અભિલાષી એવી મારી શી દશા થશે ? જાતિ, ધન, કુલ, બળ, રૂપ, ઐશ્વર્ય વગેરેના મદથી હું છકી ગયો છું. શાસ્ત્રકારો કહે છે જે વસ્તુનુ જે અભિમાન કરે છે તેને તેની હીનતા પ્રાપ્ત થાય છે, એટલે જાતિ-કુળના અભિમાની મને નીચ જાતિઓમાં જન્મ મળશે.
ધનના અભિમાનથી મને દરિદ્રતા મળશે. રૂપના અભિમાનથી મને કદરૂપુ શરીર મળશે. બળના અભિમાનથી મને નિર્બળ શરીર મળશે. ઐશ્વર્યના અભિમાનથી મને દૌર્ભાગ્ય મળશે.
મારી સંસારમાં ખુબ જ ભયંકર દુ:ખમય, કરૂણામય પરિસ્થિતિ થશે. માટે -
હે જગબંધુ ! આપના અચિંત્ય પ્રભાવથી મારી આ માનાકાંક્ષાઓ દૂર થાવ, અને સંપૂર્ણ નિઃસ્પૃહતાની મને પ્રાપ્તિ થાવ.
આ ઉપરાંત પણ પાંચે ઈંદ્રિયોના સુખની આસક્તિ,