________________
જય વીયરાય સ્વામી ! આપના અચિંત્ય પ્રભાવથી મારી ધન પરની તૃષ્ણા અને આસક્તિ દૂર થાઓ. એના પરની આસ્થા ટળી જાઓ. આ ધન વગેરે પર વૈરાગ્ય ઉપજે, તિરસ્કાર છૂટે, નિર્વેદ થાય, કંટાળો ઉપજે એવું થાય, તેની નિર્ગુણતાનું મને ભાન થાય.
પ્રભુ ! સંસારની બીજી વસ્તુ છે સ્ત્રી. સ્ત્રી એટલે રામા.
૩૮
પ્રભુ ! અનાદિકાલિન મૈથુન સંજ્ઞાના સંસ્કારો મને ખૂબ પીડે છે. અત્યંત અશુચિમય અને અશુચિઓથી ભરેલ એવા પણ સ્ત્રીશરીર પ્રત્યે મને ખૂબ આકર્ષણ થાય છે. મારો આત્મા તેના પ્રત્યે ઢળી જાય છે. લાખો દોષોથી આત્મા ખરડાઈ જાય છે. સંસારમાં સદાચારની મર્યાદાઓ પણ ઓળંગાઈ જાય છે. ગમ્યાગમ્યનો વિવેક તૂટી જાય છે, ન ચિંતવવાનું ચિંતવન થઈ જાય છે,
ન બોલવાનું બોલાઈ જાય છે,
ન આચરવાનું આચરાય છે.
ત્રીજા ભવે મોક્ષ પામવાની યોગ્યતાવાળા, અણસણમાં રહેલ, મહાસંયમી આત્મા પણ વંદન કરવા આવેલ ચક્રવર્તીના સ્ત્રીરત્નની વાળની લટના સ્પર્શમાત્રથી કે