________________
ભવનિર્વેદ....... વૈરાગ્યની આરઝુ
આપના અચિંત્ય પ્રભાવથી આ દુઃખમય સંસાર પર મને નિર્વેદ થાઓ... નિર્વેદ થાઓ એટલે કંટાળો, અરુચિ થાઓ... સંસારના સુખો પર તીવ્ર વૈરાગ્યભાવની પ્રાપ્તિ થાવ.
39
હે નાથ ! હું સંસારનો રાગી છું. દુઃખમય સંસાર હોવા છતાં મને તેના પર અભાવ થતો નથી. ક્ષણિક સુખમાં લેપાઈને હું કારમા પાપો કરી દુર્ગતિરૂપ કુવામાં પટકાઈ ભારે દુઃખો ભોગવી રહ્યો છું. પ્રભુ ! સંસારના ક્ષણિક સુખોમાં મુખ્ય વસ્તુ છે ધન, સંપત્તિ, સુવર્ણ, રજત, રત્નો, જમીન, મકાનો, વસ્ત્રો, પાત્રો વગેરે અનેક પદાર્થો.
હે નાથ ! મને આ ધન વગેરે પર તીવ્ર રાગ છે. તેના કારણે હું હિંસાદિ પાપો કરતા અચકાતો નથી. સગા ભાઈ જોડે, માત-પિતા જોડે, પત્ની જોડે પણ ધનાદિની લાલસાએ હું ક્લેશો કરૂં છું. અનેકનો વિશ્વાસઘાત કરૂ છું. મિત્રાદિનો પણ દ્રોહ કરૂ છું. ચોરી-અનીતિનો પણ આશરો લઉ છું. હિંસાદિ પાપોથી પણ ડરતો નથી. એટલું જ નહિં, ધનની મૂર્છાના કારણે દેવ-ગુરૂની પણ યથાર્થ ભક્તિ કરી શકતો નથી. ક્યારેક આશાતનાઓ પણ કરું છું.