________________
૩૬
જય વીયરાય પ્રભુનો જીવ) સ્વયંપ્રભા દેવીના વિયોગમાં કેવા ઝુરતા હતા ? ઈંદ્રાદિ રિદ્ધિવાળા દેવોના આયુષ્ય સાગરોપમોના હોય છે, દેવી વગેરેના આયુષ્ય પલ્યોપમના હોય છે. એટલે એક ઈંદ્રના ભવમાં કરોડો નહીં અબજોવાર પ્રાણપ્રિય ઈંદ્રાણીના વિયોગના દુઃખો સહેવા પડે છે. એ વખતનો તેમનો કલ્પાંત બ્રહ્માંડ ફોડી નાંખે તેવો હોય છે. વળી અસંખ્યાતકાળ સુધી દિવ્ય ભોગોને ભોગવ્યા પછી જ્યારે આયુષ્યના છ મહિના બાકી રહે છે ત્યારથી તે દેવોની માળા કરમાય છે, વગેરે લક્ષણોથી અંતકાળ નજીક જાણીને ભવિષ્યમાં મનુષ્યતિર્યંચના ગંદા અને જગુણિત ભોગોનો ખ્યાલ આવતા દેવોના દુઃખોનો પાર નથી હોતો..આમ દેવલોક પણ દુઃખમય છે. આ તો સંસારનું અલ્પવર્ણન કરેલ છે.
ચારે ગતિરૂપ સંસાર અતિ અવર્ણનીય દુઃખોથી ભરેલો છે. એમાં ક્યારેક ભૌતિક સુખોનો અનુભવ થાય છે. તે પણ દુઃખના દરિયા વચ્ચે એકાદ બિંદુ જેવો હોય છે અને તે પણ ક્ષણભર અર્થાત્ અત્યંત અલ્પકાળ માટે હોય છે.
આવા દુઃખમય સંસારને જાણ્યા છતાં પણ હજી તેના પર નિર્વેદ થતો નથી, તેથી હવે આપણે ભગવાન આગળ ભાવના વ્યક્ત કરીએ- હે પ્રભુ !