________________
૧૦
જય વીયરાય અને પ્રતિમાજીઓની ઉપાસના કરવાની છે.
શાસ્ત્રકારોએ અરિહંત સમાન જિનપ્રતિમાની આરાધના માટે અષ્ટપ્રકારી પૂજાની તથા ચૈત્યવંદનની સુંદર વિધિઓ બતાવી છે. | સર્વ સાવધના ત્યાગી સાધુઓને પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવાની હોતી નથી. તેઓ ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્રપાઠ વગેરે ભાવપૂજા કરે છે.
શ્રાવકોએ પોતાની શક્તિ અનુસાર ઉત્તમદ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી જોઈએ. અષ્ટપ્રકારી પૂજામાં પ્રભુને સૌ પ્રથમ મોરપીંછીથી પ્રમાર્જન કરી ઉત્તમ સુગંધિદાર પદાર્થોથી મિશ્રિત દૂધ-પાણીથી પ્રભુના મસ્તક પર અભિષેક કરાય છે. પછી મુલાયમ વસ્ત્રથી ત્રણ વાર પ્રભુના અંગને લુછીને કોરા કરાય છે, પછી બરાસચંદન વગેરેથી પ્રતિમાજીના શરીરને લેપન કરાય છે. વળી કેસરાદિથી નવાંગે પૂજા કરાય છે. પુષ્પ ચઢાવાય છે. પ્રભુના અંગ પર થતી આ અંગપૂજા કહેવાય છે.
ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુ ઉભા રહી ધૂપ ઉવેખાય છે. જમણી બાજુ દીપક કરાય છે. વળી પ્રભુની સન્મુખ - સામે બેસી પાટલા પર ચોખાથી સ્વસ્તિક નંદાવર્ત વગેરે કરાય છે. સ્વસ્તિકની