________________
મૂળ સૂત્ર
૧૯ પ્રાર્થનાસૂત્રમાં પ્રણિધાનપૂર્વક આઠ વસ્તુની પ્રાર્થના કરાય, તો પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આ આઠ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થાય. તેનાથી શીઘ મુક્તિની પણ પ્રાપ્તિ થાય, એટલે ચૈત્યવંદનની સાધના આપણને શીધ્ર મુક્તિ અપાવે છે.
પ્રાર્થના સૂત્રમાં જે આઠ કે તેર વસ્તુની પ્રાર્થના કરાય છે, તેમાં પ્રણિધાન જેટલું તીવ્ર હોય તેટલી શીઘ અને સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય અને આ જેટલી શીધ્ર અને તીવ્ર મળે, તેટલો મોક્ષ શીઘ થાય.
આ આઠ તેર વસ્તુનું પ્રણિધાન તીવ્ર થાય એ માટે જ "જયવીયરાયસૂત્રમાં બતાવેલ આ તેર પ્રાર્થનીય વસ્તુઓનું અમે વિશિષ્ટ વિવેચન દેવ-ગુરુની કૃપાથી, મારા ક્ષયોપશમ મુજબ લખવાનો પ્રયત્ન કર્યો