________________
મુલાકાત.. વીતરાગતાની
૨૧ ઉતરવાનું નથી હોતુ. ક્ષાયિક વીતરાગ પણ બે પ્રકારના હોય છે -
છદ્મસ્થ ક્ષાયિક વીતરાગ. કેવળી ક્ષાયિક વીતરાગ.
મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો, પણ હજી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ક્ષય બાકી છે તે છપ્રસ્થ ક્ષાયિક વીતરાગ કહેવાય છે. એમને ૧૨ મુ ગુણસ્થાનક હોય છે.
કેવલી વીતરાગ ત્રણ પ્રકારના છે.
ચારે ઘાતકર્મના ક્ષયવાળા વિચરતા કેવળજ્ઞાની તે સયોગીકેવળી વીતરાગ. તે તેરમા ગુણસ્થાનકે હોય છે.
યોગનિરોધ દ્વારા સંપૂર્ણ અયોગી અવસ્થામાં રહેલ અયોગી કેવલી વીતરાગ. આ ચૌદમા ગુણસ્થાનકે હોય છે.
ઉપરાંત સર્વકર્મ-રહિત મોક્ષમાં રહેલા જીવો સિદ્ધ ક્ષાયિક વીતરાગ હોય છે.
આમ વીતરાગના પાંચ પ્રકાર થાય. ૧. ઉપશાંત છદ્મસ્થ વીતરાગ ૧૧ મા ગણસ્થાનકે
હોય છે. ૨. ક્ષાયિક છપ્રસ્થ વીતરાગ ૧૨ મા ગુણસ્થાનકે
હોય છે.