________________
૨૩
ભક્તિનું ભેટયું છે. તેમની સ્તવના કરાય છે. પોતાની લઘુતા પ્રગટ કરાય છે. અહિં પણ પરમાત્માની પાસે 'જય વીયરાય' સૂત્રમાં પ્રાર્થના કરતા પૂર્વે ગૃહસ્થો ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની પૂજા કરે છે - આ ભેટણાના સ્થાને છે. કોની આગળ તથા કયા કામ માટે ? ભટણું ધરવાનું છે, આ બે વાત લક્ષ્યમાં રાખીને ભેટણાનો પ્રકાર નક્કી થાય છે.
અહિં જગતના સર્વશ્રેષ્ઠ દેવાધિદેવને ભેટશું ધરવાનું છે. વળી સર્વશ્રેષ્ઠ એવું મોક્ષપદ મેળવવા માટે કરવાનું છે માટે ભગવાન આગળ મોટુ-કિંમતી ભેટયું ધરવાનું હોય. અર્થાત્ અત્યંત સુંદર અને ઉચ્ચકોટિના દ્રવ્યોથી પરમાત્માની અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કરાય.
ભેટશું ધર્યા પછી રાજાદિ આગળ તેમની સ્તુતિ કરાય છે તેમ ચૈત્યવંદનના નમુસ્કુર્ણ-લોગસ, વગેરે સૂત્રો દ્વારા પરમાત્માની સ્તુતિ કરાય છે અને સ્તવન વગેરેમાં પરમાત્માની સ્તવના સાથે આપણી લઘુતા પ્રગટ કરાય છે.
અને અંતે જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્માને પ્રાર્થના કરાય છે. અર્થાત્ પરમાત્માની પાસે અનેક ઉત્તમ આરાધનામાં સહાયક વસ્તુની પ્રાર્થના-આશંસા